વાત : ૧૭૨
નર ને માદા નામે બે પ્રકારના જીવ અસુરમાં ને દેવમાં રહ્યા છે ને નર જો અસુર હોય તો અનેક જીવને અસુર કરે છે ને તે જો દેવ હોય તો હજારો જીવને દેવ કરે છે ને નર વિના એકલી માદાને ફળ લાગે નહિ તેમ એકાંતિક ભક્તના સંગ વિના એકાંતિક થવાય નહિ. તે ઉપર પોપૈયાના વૃક્ષનાં દૃષ્ટાંતે કરીને વાત કરી.।।૧૭૨।।
ટિપ્પણી
પોપૈયાના વૃક્ષનું દૃષ્ટાંતઃ પોપૈયાનાં ઘણાં ઝાડ હોય, તેમાં જો એક પણ નરજાતિનું પોપૈયાનું વૃક્ષ હોય તો બાકીનાં બધાં માદાં પોપૈયાનાં વૃક્ષને ફળ લાગે છે. એ રીતે, એક એકાંતિક ભક્તના સંગે કરીને અનેક એકાંતિક થાય છે.