વાત : ૨૯૫
વ્યવહારમાં રહીને શ્રીજીમહારાજ કેમ મુખ્ય રહે ?
ઉત્તર : જે જો શ્રીહરિજીનો મહિમા સમજીને વ્યવહાર કરે તો શ્રીજીમહારાજ મુખ્ય રહે. જેમ ચક્રવર્તી રાજા હોય તેના મહિમાને જાણીને તેના જે કામદાર હોય તે કામકાજ કર્યા કરે છે તેમ શ્રીહરિજીના મહિમાને સમજીને વ્યવહાર કરે તો પરમેશ્વર મુખ્ય રહે. ત્યારે શંકા કરી જે મહિમા સમજીને વ્યવહાર કરે તો વ્યવહાર મુખ્ય થયા વિના કેમ રહે ? ત્યારે મોટા સંત કહે જે લ્યો, એનો ઉત્તર કરીએ એમ કહીનેો બોલ્યા જે પ્રથમથી જ નિત્ય-પ્રલયાદિકનો વિચાર કરીને ને પિંડ બ્રહ્માંડને અતિ અસાર જાણીને ને કાખના મુવાળા જેવો ને સ્વપ્ન તુલ્ય વ્યવહાર જાણીને સત્ અસત્ના વિવેકે કરીને વ્યવહારના રૂપને યથાર્થ અસત્ય સમજ્યો હોય તો વ્યવહાર મુખ્ય થાય નહિ, ને એમ ન સમજે તો પરમેશ્વર મુખ્ય થાય નહિ, ને સંસાર મુખ્ય થઈ જાય છે.।।૨૯૫।।