વાત : ૩૪૨
વૈરાગ્યવાનને તો સહેજે નિયમ રહે છે ને મંદ વૈરાગ્યવાળાને તો નિયમ દૃઢપણે રાખવા ને ઇંદ્રિયોની જે વૃત્તિયું છે તે તો ઘોડા જેવી બળવાન છે તે જેમ ઘોડાને રોજ ફેરવ્યા કરે તો વશ રહે ને યથાર્થ તો ચાબુક, અસ્વાર વશ કરે તેમ ધર્મમાં રહેવે કરીને ઇંદ્રિયો વશ થાય છે ને યથાર્થ તો ઉપશમે કરીને વશ થાય છે તે તો જાણે જે નવરા રહીએ તો શીખવાનો અભ્યાસ કરીએ પણ કાંઈ થાતું નથી, મૂળગી આળસ પેસે છે. માટે શ્રીહરિજીની નવધા ભક્તિ કરતાં કરતાં જે અભ્યાસ થાય તે જ ખરો છે. તે ઉપર પાણિયારીના ને અસ્વારના દૃષ્ટાંતે કરીને વાર્તા કરી.।।૩૪૨।।