વાત : ૨૭૧
પરમેશ્વર વિના બીજો કોઈ આકાર મનમાં ધરાય જાય તો તેને ટાળ્યાની યુક્તિ શાસ્ત્રને વિશે સત્પુરુષે કહી હોય તે શીખવી. તે શું ? તો ભગવાન વિના જો ક્યારેક બીજો આકાર મનમાં ધાર્યામાં આવ્યો હોય તો શ્રીજીમહારાજના ધ્યાને કરીને તથા સભા સહિત સંતના ધ્યાને કરીને ને જાણપણારૂપે રહીને એ આકાર માત્રને ટાળી નાખવો ને નિત્ય પ્રલયાદિકે કરીને નાશવંત ને અતિ તુચ્છ ને સ્વપ્ન તુલ્ય સર્વે આકૃતિઓને જાણવી. તે ઉપર કાખના મુવાળાનું મધ્યનું ૫૫મું ને પાંચવાનાનું નિત્યે અનુસંધાન રાખવાનું છેલ્લાનું ૩૦મું, એ બે વચનામૃત વંચાવ્યાં.।।૨૭૧।।