વાત : ૫૬

અને આજ તો અક્ષરના મુક્ત પણ કથાવાર્તા સાંભળવા આવે છે. તે એવો અહીંયાં શો વિરોધ છે ? એમ શંકા કરીને તેનો ઉત્તર પણ સ્વામીએ પોતે જ કર્યો જે પ્રથમના કરતાં આજ ઐશ્વર્યનું વિશેષપણું બહુ જણાય છે. ને રામાનુજાદિકે પુરુષોત્તમ નિરૂપણ કર્યું છે પણ તે જાણ્યે શીખીને કર્યું હોય ને શું એમ જણાય છે. ને શ્રીજીમહારાજના કરાવેલ ગ્રંથ ને બીજા કવિના કરેલા ગ્રંથ જોઈએ છીએ તે જાણ્યે શીખીને કરેલા હોય ને શું એમ જણાય છે, જે

यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः । તથા

पुरुषेणात्मभूतेन वीर्यमाधत्‌ वीर्यवान्‌ ।

(અર્થ: જે ત્રણ લોકમાં દાખલ થઈને તેનું ભરણપોષણ કરે છે. તથા પોતાના આત્મીય પુરુષ દ્વારા વીર્ય આપનાર બન્યા.) એવાં કાવ્ય છે. ને ઐશ્વર્ય પણ વર્તમાન કાળમાં બહુ વિલક્ષણ છે તે કેટલાંક કહી દેખાડીએ ? સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત જોયું પણ પુરુષોત્તમ શ્રીહરિજી મહારાજ જેવા તો કોઈ કાળે કોઈ પણ થઈ શકે જ નહિ.।।૫૬।।