વાત : ૪૪૧
શ્રીજીમહારાજે છે. પ્ર. ૨૧ના વચનામૃતમાં વાર્ત કરી છે જે પ્રવૃત્તિ ધર્મ ને નિવૃત્તિ ધર્મ છે તે ભગવાનના સંબંધે રહિત પણ છે ને ભગવાનના સંબંધે સહિત પણ છે. તેમાં જે ભગવાનને સંબંધે સહિત ધર્મ છે તે જ ભાગવત ધર્મ છે ને ભાગવત ધર્મ ને ભક્તિ એ બેય એક જ છે અને ભાગવત ધર્મની સ્થાપના કરવાને અર્થે શ્રીહરિજી મહારાજનું પૃથ્વીને વિષે જયકારી પ્રવર્તવાપણું છે તે ભાગવત ધર્મને શ્રીજીમહારાજે શિક્ષાપત્રી, વચનામૃત આદિક ગ્રંથને વિષે યથાર્થપણે કહ્યા છે તે પ્રમાણે વર્તવું.।।૪૪૧।।