વાત : ૫૪૫
પરમેશ્વરને યથાર્થ સમજ્યાની જે વાર્તા છે તે જો હરિભક્તને ન સમજાવે ને છાની છાની રાખે તો તેને વિષે તમોગુણ વૃદ્ધિ પામે છે તે એ મોટો થાય તો પણ સંકર્ષણ જેવો થાય છે ને શ્રીહરિની સેવાને વિષે અખંડ રહી શકે નહિ કેમ જે એને તમોગુણ પ્રધાન છે માટે.।।૫૪૫।।