વાત : ૮૬

અક્ષર તો સર્વે ઠેકાણે છે તેમાં પુરુષોત્તમ ભગવાન ક્યાં રહેતા હશે ? ઉત્તર જે, પુરુષોત્તમ ભગવાન પોતાના એકાંતિક ભક્તમાં રહે છે ને તે ભક્ત પણ અનંત છે માટે તેમને મધ્યે જે અતિ ઉત્તમ ભક્ત હોય તેમાં મૂળ સ્વરૂપે રહે છે જેમ રાસરમણમાં શ્રી શ્યામાજી પાસે મૂળ રૂપે રહેતા હતા તેમ રહે છે.।।૮૬।।



ટિપ્પણી

રાસરમણમાં શ્રી શ્યામજીઃ શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી ત્યારે શ્રીકૃષ્ણ મૂળરૂપે શ્રી રાધાજી પાસે રહેતા.