વાત : ૨૩૧
ભક્તિ તે હેતને કહીએ. અને અનુવૃત્તિ તે ભગવાનના ગમતા પ્રમાણે કરવું તેને કહેવાય. અને ગમતા પ્રમાણે થોડું ભજન કરે તો ભગવાન બહુ માને અને ભગવાનના ગમતા પ્રમાણે ન કરે અને પોતાના મન-ગમતા પ્રમાણે કરે તો તેને થોડું માને. અને ભગવાનના ભક્તના ત્રણ પ્રકારના ભેદ છે :-
(૧) નિષ્કામીપણે ભગવાનના ગમતા પ્રમાણે જ કરે.
(૨) નિષ્કામપણે કરે પણ પોતાના મનગમતા પ્રમાણે કરે.
(૩) સકામપણે કરે અને પોતાના મનગમતા પ્રમાણે કરે. અને એ ભગવાનને સર્વે દેવ થકી સમર્થ જાણે. અને સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપવાનેવિષે મહા સમર્થ માને માટે ભગવાનને ભજે, પછી તે ભોગને ભગવાનથી પામે અને ભજ્યા કરે.।।૨૩૧।।