વાત : ૯૨

શ્રીજીમહારાજની મૂર્તિને દૃષ્ટ આગળ ધારીને ઇંદ્રિયો દ્વારે કરીને અંતરમાં ઉતારવી ને આત્મસત્તારૂપે રહીને મૂર્તિ સામું જોઈ રહેવું એમ કર્યા કરે તો ઇંદ્રિયોમાંથી રાગ ઓછા થઈ જાય છે ને એમ વર્ત્યા વિના તો ધર્મને વિષે રહીને વિષયને ભોગવતો હોય પણ વિષયને મૂકી શકે નહિ ને જે શ્રીજીમહારાજની મૂર્તિને દૃષ્ટિ આગળ ધ્યાને કરીને ધારીને ઇંદ્રિયોમાંથી વિષયના રાગને ટાળતો હોય તે તો મૂકી દે એમ જે તેની ઇંદ્રિયોની વૃત્તિ કોમળ હોય છે તેને જેમ ફેરવે તેમ ફરે છે. જેમ નાનો વડનો વૃક્ષ હોય ને અતિ વિસ્તારવાન જે વડ હોય તે મરડ્યો મરડાય નહિ. માટે પુરુષ પ્રયત્ને કરીને પ્રતિલોમપણે વર્ત્યાનો આગ્રહ રાખવો.।।૯૨।।