વાત : ૩૭૮
જેવો જીવને બીજો આદર છે તેવો જો ભગવાન ભજ્યાનો આદર હોય ને વિષયને ટાળવાનો આદર હોય તો વિષયનો શો ભાર છે ? વિષયનું સુખ તો લાંપડાના તાપ જેવું છે માટે વિષયને માર્ગે ચાલવું નહિ એ સિદ્ધાંત વાત છે.।।૩૭૮।।
ટિપ્પણી
લાંપડાનો તાપઃ લાંપડું સળગે ત્યારે તાપ લાગતો નથી, તે રીતે વિષયસુખ પણ નહિવત્ છે.