વાત : ૪૫૧
ધર્માદિકમાં જે ગુણ છે તેને પૃથક્ પૃથક્ કહે છે. તેમાં ધર્મમાં એ ગુણ છે જે ધર્મને વિષે દૃઢપણે વર્તતો હોય તેનો પાયો સત્સંગને વિષે અચલ થાય છે ને જ્ઞાનમાં એ ગુણ છે જે આત્મા અનાત્માના વિવેકને યથાર્થ સમજતો હોય તો માન અપમાને કરીને તથા સુખ દુઃખાદિકે કરીને દુખિયો થાય નહિ ને વૈરાગ્યમાં એ ગુણ છે જે ચાર પ્રકારના પ્રલયે કરીને શ્રીજીમહારાજ તથા તેના સંત વિના બીજે પ્રકૃતિપુરુષથી લઈને તૃણ પર્યંત ક્યાંય પ્રીતિ રહે નહિ ને મહિમામાં એ ગુણ છે જે પુરુષોત્તમનો મહિમા સારી પેઠે સમજાણો હોય તો અક્ષરથી લઈને વૈરાજપુરુષ પર્યંત કોઈની મોટપ મનમાં મનાય જ નહિ ને ભક્તિમાં એ ગુણ છે જે ભક્તિને તો મૂર્તિમાં ચોંટવાનો સ્વભાવ છે માટે સાકાર વિના નિરાકારને વિષે કોઈ શાસ્ત્રે કરીને તથા કોઈની વાર્તાએ કરીને પણ કોઈ કાળે પ્રતીતિ આવે જ નહિ.।।૪૫૧।।