વાત : ૪૨૧

ભગવત્‌ જ્ઞાન સંબંધી શાસ્ત્રે કરીને શ્રીહરિજીના માહાત્મ્યની વૃદ્ધિ થાય અને ભગવાનના ગુણ, સ્વભાવ, સ્વરૂપ, વિભૂતિ, સુખ, ઐશ્વર્ય તેને જાણીને જે પ્રીતિ થાય, તેનો નિર્ધાર નહિ. કેમ જે વિષય દેશકાળ આવે ત્યારે એ પ્રીતિ ટકે નહિ. અને પ્રથમની જે પ્રીતિ તે કોઈ પ્રકારે જાય નહિ.।।૪૨૧।।