વાત : ૨૨૭
પ્રકૃતિએ યુક્ત એવો જે પુરુષ તે જે કર્મયોગ કરે, તે કર્મયોગ તે શું ? તો ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભગવાનને અર્થે ક્રિયા કરવી તે અને ક્રિયા કરતાં જે સુખ-દુઃખ આવે તેનું સહન કરવું તે રૂપ જ્ઞાનયોગ, અને તે જ્ઞાન યોગે ભળ્યો એવો જે કર્મયોગ તેને પ્રકૃતિયોગ એવો જે પુરુષ તે જે તે કરે અને એવો જે કર્મયોગ તે તો જ્ઞાનયોગનો અધિકારી હોય તેને પણ કરવો, તો કર્મયોગના અધિકારીઓ તો જરૂર કરવો ને જે આત્માને ને પરમાત્માને સાક્ષાત્કાર દેખતો હોય તે ન કરે તો બાધ નહિ અને તેને પણ કર્મયોગ તો કરવો જોઈએ. કેમ જે તે જો કર્મયોગને કરે તો તેને દેખીને બીજા પણ ભક્તિયોગમાં પ્રવર્તે.।।૨૨૭।।