વાત : ૫૫૫
જે સત્સંગી હોય તે રાજાના રાજ્યમાં રહેતો હોય તેને તે રાજાનું કહ્યું કરવું પડે તેમ જે બ્રહ્મા, સૂર્યાદિકને અનુસરે છે તે કેવા થાય છે ને જે પુરુષોત્તમ ભગવાન કે તેમના મોટા સાધુ તેમની અનુવૃત્તિમાં વર્તે છે તે તો અક્ષર જેવા થાય છે ને જેને કાંઈક આડુંઅવળું વર્તાણું હોય ને તે જો પોતાના ધર્મમાં ખબડદાર થઈને વર્તે તો પાછો શુદ્ધ થઈ જાય છે.।।૫૫૫।।