વાત : ૭૭

સર્વે મનુષ્યમાં તથા હરિભક્તમાં તથા એકાંતિક ભક્તમાં શ્રીહરિજી કેમ રહ્યા છે ? ઉત્તર જે, જેમ પૃથ્વીને વિષે ડહોળાયેલ જળ તથા શુદ્ધ નિર્મળ જળ એમને વિષે સૂર્યાદિક ભાસે છે તેવા પ્રકાશ મૂર્તિમાન ને અલૌકિક સામર્થ્ય સોતા પાત્રના તારતમ્યપણે રહ્યા છે. તે વાત વેદ સ્તુતિના ગદ્યમાં કહેલ છે જે ‘‘तरतमश्चकास्यन लवत्स्वकृतानुकृतिः’’ (અર્થ: પુરુષોત્તમ ભગવાને પોતે કરેલી નાના પ્રકારની યોનીઓને વિષે કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને અગ્નિની પેઠે ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે.) એમ શ્રીજીમહારાજ સર્વને વિષે રહ્યા છે.।।૭૭।।