વાત : ૨૬૪

સ્થાનક, દેહ, ઇંદ્રિયો ને અંતઃકરણ એમને વિષે જીવને પંચવિષય સંબંધી રાગ કહ્યા છે તે રાગને મુમુક્ષુએ ઓળખવા જે મારે રાગ કયે ઠેકાણે રહ્યા છે ને તે રાગને ટાળ્યાને સારુ મુમુક્ષુએ આત્મસત્તારૂપે વર્તવું. તે વર્તવાની રીત જે ત્રણ ગુણ ને ત્રણ અવસ્થા છે તે થકી હું રહિત છું એમ વર્તવું ને ઇંદ્રિયોી ક્રિયા તે જાગ્રત અવસ્થાની છે ને મનની ક્રિયા જે સંકલ્પ વિકલ્પ તે સ્વપ્ન અવસ્થા સંબંધી છે ને લય તે સુષુપ્તિ અવસ્થા સંબોધી છે એમ જાણીને એ સર્વેથી રહિત સત્તારૂપે વર્તવું, તે આત્મસત્તારૂપે વર્તન કહેવાય.।।૨૬૪।।