વાત : ૯૯

ગમતું, દાસપણું, ઉપાસના એ ત્રણને વિષે કેટલો ફેર છે ? ઉત્તર : જે ઉપાસના છે તે તો અંગી છે ને બીજાં બે તો અંગ છે માટે ઉપાસના જો દૃઢપણે ન હોય તો ગમતું ને દાસપણું તો બીજાનું કરવા માંડે માટે ઉપાસના તો અતિ શ્રેષ્ઠ જોઈએ ને શ્રીજીમહારાજનું ગમતું જો યથાર્થપણે જે કરે તે તો બહુ મોટ્યપને પામે છે. અને જાનકીજીને એ પ્રમાણે વર્તવાથી ભક્તપણામાં કોઈ જાતની કસર રહી નહિ.।।૯૯।।