વાત : ૧૨૬
કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવાનને આકાશ જેવા સમજે છે. જેમ આકાશને ચાર ભૂતની ક્રિયા અડતી નથી તેમ ભગવાનને કોઈ દોષ અડતો નથી એમ સમજે પણ દેશકાળે કરીને કોઈ સમે વૈરાજપુરુષની તથા સંકર્ષણની મોટપ કે ઐશ્વર્યને જોઈને તથા શાસ્ત્રમાંથી સાંભળીને એને કોઈક સમે એવો ઘાટ થાય જે ભગવાન આગળ એ પણ છે તથા તેના વિષયમાં કોઈક સમે રાગ જેવું જણાય પછી તે સંકલ્પને ટાળીને ખોટો કરી નાખે ને વળી કોઈક સમે પાછો એવો ઘાટ થાય તે માટે કનિષ્ઠ નિશ્ચય એવો ભેદ પડ્યો.।।૧૨૬।।