વાત : ૮૯
અને મુક્તની તારતમ્યતાના ભેદ કહ્યા જે અનંતકોટિ વૈરાજપુરુષનું તેજ ભેળું કરીએ ત્યારે મહાવિષ્ણુના એક રોમના કોટિમા ભાગની બરોબર થાય અને એવા અનંતકોટિ મહાવિષ્ણુનું તેજ ભેળું કરીએ તે મહાપુરુષના એક રોમના કોટિમા ભાગમાં લીન થાય છે. અને એવા અનંતકોટિ મહાપુરુષનું તેજ ભેળું કરીએ તે અક્ષરના જે સાધારણ મુક્ત તેના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે. અને એવા અનંતકોટિ મુક્તનું તેજ ભેળું કરીએ તે અક્ષરને વિષે રહ્યા જે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત તેના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે. અને એવા અનંત કોટિ મુક્તનું તેજ ભેળું કરીએ તે અક્ષરના જે મહામુક્ત છે તેના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે અને એ સર્વે જે અક્ષર મુક્ત તે સર્વેનું તેજ ભેળું કરીએ તે અક્ષરના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે અને એવા અનંત કોટિ અક્ષરનું તેજ ભેળું કરીએ તે પુરુષોત્તમનારાયણના એક રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય છે, તે પુરુષોત્તમનારાયણ તે ભક્તિધર્મના પુત્ર શ્રી હરિકૃષ્ણજી મહારાજ આ પ્રગટ પ્રમાણ છે એમ જાણવું।।૮૯।।