વાત : ૩૧૦

અને બંધીવાળા મંડપને વિષે કીર્તન ગાયાં ત્યારે તેમાં શબ્દ ભરાઈ રહ્યો તે જોઈને સ્વામીએ વાત કરી જે આ પ્રમાણે ઇંદ્રિયુંને વિષયમાં ન જાવા દીધો તો અંતઃકરણમાં જ્ઞાન ભરાઈ રહે.।।૩૧૦।।



ટિપ્પણી

બંધીવાળો મંડપઃ ઉપર ને બાજુઓમાં કપડાં બાંધી બંધ કરેલો મંડપ.