વાત : ૧૫૪
નારાયણ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો જે એક તો મુમુક્ષુ જેવો જણાતો હોય પણ તેને મોટાનો યોગ થાતો નથી ને એક તો મોટાનો યોગ કર્યામાં બહુ બીવે છે એ બેયનું શું કારણ હશે ? ઉત્તર : જે મુમુક્ષુને મોટાનો યોગ થાતો નથી તેને તો પૂર્વ જન્મને વિષે અથવા આ જન્મને વિષે મોટાની ક્રિયામાં અરુચિ છે એ જ કારણ જણાય છે અને જે મોટાનો યોગ કર્યામાં બીવે છે તે ધર્મમાં શિથિલ વર્તે છે માટે બીવે છે.।।૧૫૪।।