વાત : ૫૫૨
સર્વે સંતને તથા હરિજનને ઉપાસના ને ભજન સ્મરણાદિક સર્વે ક્રિયા તે સરખી છે તો પણ એ બેય પ્રકારના ભક્તને પરસ્પર નાના મોટાપણું કેમ થઈ જાય છે ? ઉત્તર જે જેમ ખેતરનું ખેડુ બીજ વાવે છે તેમાં પણ નાના મોટા છોડવા થઈ જાય તે તો ખાતર કે ધરતીના ફેરથી થાય છે. તેમ ભગવાનના ભક્તને પણ સંગ, સાધન, શ્રદ્ધા, ઉપાસના ને શ્રીજીમહારાજની જે શ્રવણાદિક નવ પ્રકારની ભક્તિ તેમાં જેટલો ફેર રહે છે તેટલી તે ભક્તમાં નાનપ મોટપ રહે છે.।।૫૫૨।।