૧૨ - કોમળ સ્વભાવ અને નમ્રતા

0:000:00

એક વખત પાંચાભાઈ સાથે બીજા વાડીવાળાને કાંઈક વાંધો થયેલ હશે, તેથી એ ઉતાવળું બોલતો હતો, ત્યાં આ મુક્તરાજ તેને સમજાવવા સારુ આગળ ગયા. પોતે હજુ કાંઈ બોલ્યા નહોતા, ત્યાં તો તેણે ખિજાઈને વધુ બોલવા માંડ્યું; આથી પોતે તુરત ઘેર ચાલ્યા આવ્યા, પણ કાંઈ બોલ્યા નહિ. દેવબાઈએ પૂછ્યું, ‘ભાઈ! આજ કેમ વહેલા આવ્યા?’ તો કહે, ‘સવારમાં મંદિરમાંથી ઉતાવળ કરીને વહેલા વાડીએ ગયા, તે ત્યાં જઈને કમાઈ આવ્યા,’ એમ કહી સૂઈ રહ્યા. માએ જાણ્યું જે, આ શું બોલ્યા તે કાંઈ સમજાણું નહિ. આજ ઠીક ન હોય એમ જણાય છે. હશે, ભલે સૂતા. પછી સાંજે વાડીએથી પાંચાભાઈ ઘેર આવ્યા, ત્યારે ખબર પડી જે, વાડીમાં આમ બન્યું હતું.