૬૬૯ - પારાયણ–યજ્ઞ કરવાનું નક્કી કર્યું

0:000:00

આ રીતે બાપાશ્રી નારાયણપુરમાં જતા-આવતા, પણ પોતાને મોટો યજ્ઞ કરવાનો સંકલ્પ હોવાથી એક વાર ભૂજ જઈને સંતોને તથા મોટા મોટા હરિભક્તોને એ વાત જણાવી. ચૈત્ર સુદ તેરશથી ચૈત્ર વદ છઠ સુધી વૃષપુરમાં પારાયણ બેસારવાનું નક્કી કર્યું તથા અમદાવાદમાં સદ્‍ગુરુઓ આદિ સંતમંડળ ને પંદરવીસ દિવસ વહેલા આવી પહોંચવાના કાગળો લખાવ્યા, તેથી સૌએ જાણ્યું જે, બાપાશ્રી આ યજ્ઞપ્રસંગે ધનજીભાઈને છેલ્લી ઘડીએ પણ સારું કરી દેશે .