૫૮૩ - દેવરાજની બીજી વખત રક્ષા કરી

0:000:00

આ પ્રકારે બાપાશ્રીએ ધનજીભાઈ તથા માવજી અને દેવરાજના મંદવાડ વખતે એક નાની દીકરીને ધામમાં મોકલી અને એ ત્રણેયને રાખ્યાં. પછી થોડા દિવસે દેવારાજને ઠીક થઈ જતાં વળી એક વખત તેના બાપ સાથે એ વાડીએ ગયેલો ત્યાં કૂવાના પૈયા પાસે રમતાં રમતાં પાણીની કુંડીમાં ઊંધે માથે પડી ગયો કે તુરત બાપાશ્રીએ વૃષપુરમાં રહ્યા થકા તેને દિવ્ય રૂપે દર્શન આપી, હાથે ઝાલીને બહાર કાઢી લીધો. પછી તે ભીને લૂગડે રોતો રોતો રામજીભાઈ તથા બીજા માણસો વાડીમાં કામ કરતા હતા ત્યાં આવીને કહેવા લાગ્યો જે, ‘હું કુંડીમાં બૂડી ગયો હતો ત્યાં પાણીમાં અજવાળું થઈ ગયું ને અબજીબાપો આવ્યા, તેમને મારો હાથ ઝાલીને મને બહાર કાઢ્યો ને એ જતા રહ્યા.’ આ વાતથી સહુ આશ્વર્ય પામ્યા.