૪૪ - એનું તો મારા જેવું કલ્યાણ!

0:000:00

દહીંસરાના વિશરામભાઈના બે દીકરા માંડવીમાં રહેતા. તેઓ અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈનો મહિમા જાણી સેવા કરતા ને વાડીમાંથી શાક વગેરે જે જોઈએ તે લાવી આપતા. એક વરસ માંડવીમાં પ્લેગ બહુ ચાલ્યો, તેમાં એ બેય દીકરા દેહ મેલી ગયા. એ વખતના વિષમ દેશકાળને લઈને વિશરામભાઈ તથા ગોપાળભાઈએ મુક્તરાજ લક્ષ્મીરામભાઈને પૂછ્યું જે, ‘ભાઈ! આ છોકરા પ્લેગમાં ઓચિંતાના દેહ મૂકી ગયા તે એનું કેમ થયું હશે?’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘એનું તો મારા જેવું કલ્યાણ! એ દીકરા ઠેઠ મહારાજ પાસે પહોંચ્યા, તેની તમારે જરાયે ફિકર ન રાખવી,’ એમ થોડીક સેવાએ તેમના પર રાજી થઈ મહારાજના સુખમાં પહોંચાડ્યા.