૭૧૧ - કાનજીભાઈને રજા આપી

0:000:00

બાપાશ્રી વૃષપુરમાં આવ્યા પછી જેઠ વદ બારશના દિવસે બપોરના પોતાની નવી વાડીમાં જાંબુડાના વૃક્ષ નીચે બેઠા હતા, તે વખતે ત્યાંના હરિભક્ત કાનજી રામજીએ આવી બાપાશ્રી પાસે નાળિયેર મૂકી દંડવત્ કર્યા ને કહ્યું જે, ' બાપા! આજ મારે આફ્રિકા જવાનું છે, તે રજા લેવા આવ્યો છું.' ત્યારે બાપાશ્રી કહે, 'બચ્ચા! ભલે જાઓ. પંદર દહાડા પછી ગયા હોત તો દરિયામાં આવરણ નડત, આ તો તમે પહોંચી જશો; ભલે, તમે તમારા દેશમાં જાઓ ને અમે અમારા દેશમાં જશું.' આમ કહ્યું પણ તે કાંઈ સમજી શક્યા નહિ. પછી બાપાશ્રી તેમના માથે હાથ મૂકી બોલ્યા, ' હવે આમ ને આમ દિવ્યભાવે સંભારજો.'

આ રીતે બાપાશ્રી મર્મવચનોમાં પોતાનું મનુષ્યસ્વરૂપ અદૃશ્ય કરવાનો ભાવ હવે વધુ ને વધુ જણાવવા લાગ્યા, તેથી સંત-હરિભક્તોને એમ થતું જે બાપાશ્રી દયા કરીને હમણાં આમ ને આમ દર્શન આપે તો ઠીક, પણ આ વખતે પોતે અંતર્ધાન થવાનો વિચાર નક્કી કરેલો છે એમ આગળથી બીજા કોણ જાણી શકે?