૨૨૧ - મૂર્તિમાં વૃત્તિ રાખવી જોઈએ

0:000:00

એ જ રાત્રે આસને વચનામૃતની કથા વંચતી હતી, ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘સ્વામી! વાતો કરવા કરતાં મૂર્તિમાં થીજી જવાય તો બહુ સુખ વર્તે, પણ સહુ એમ રહી ન શકે, માટે મહારાજના મહિમાની વાતો કરવી એ ઠીક. જીવ બીજાં ગમે તેટલાં સાધન કરે, પણ જ્યારે મૂર્તિમાં વૃત્તિ રહેવા માંડે, ત્યારે મોટા ગુણ આવે ને ‘અહો! અહો!’ થાય. માટે મૂર્તિ વિના તો વર વિનાની જાન જેવું કહેવાય. આ સમે જોગ બહુ સારો આવ્યો છે, તેથી કેટલાક મોટાના વચનમાં વિશ્વાસ લાવીને શ્રીજીમહારાજને જેમ છે તેમ જાણી પોતાનું કામ કરીને ચાલ્યા જાય છે ને કેટલાક જૂનાપણાના માનવાળા તથા વિશ્વાસ વિનાના ગોથાં ખાય છે, તેને મોટી ખોટ આવે છે. આ વખત ખરેખરો છે. કહેનારા પણ તેવા જ છે. આવો જોગ ફરીફરીને ન આવે એમ વાત કરી.’ તેથી સંત-હરિભક્તો બહુ રાજી થયા.