૨૧ - દિવ્ય દર્શનનો અનુભવ!
0:000:00
એક વખત ભૂજમાં એક સાધુએ દેહ મુક્યો, ત્યારે શ્રીજીમહારાજ જાણે સંતોએ સહિત તેમને તેડવા પધારે છે, એવાં દર્શન આ મુક્તરાજને થયાં. તે વખતે પોતે પૂજાનો ખડિયો ખભે લઈને ઉતાવળા ચાલતા થયા. કોઈએ માર્ગમાં પૂછ્યું જે, ‘આજ ઉતાવળા ક્યાં ચાલ્યા?’ ત્યારે કહ્યું જે, ‘અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે જઈએ છીએ!’ પછી એમ ને એમ ચાલતાં થોડેક છેટે ગયા, ત્યારે સ્મૃતિ આવી, તેથી પાછા વળ્યા ને જાણ્યું જે, ‘આ તો દિવ્ય દર્શન થયાં હતાં.’ પછી ભૂજ ખબર કઢાવી તો તે જ દિવસે સાધુએ દેહ મેલ્યો હતો.