૬૭૧ - હરિભક્તોને યજ્ઞમાં આવવાની ભલામણ

0:000:00

પછી જમીને આસને આવ્યા ત્યાં હરિભક્તો આવીને બેઠા, એટલે બાપાશ્રીએ ભોગીલાલભાઈ પાસે ઘણી વાર વચનામૃતની કથા વંચાવી, પછી પોતે ચાલતી વખતે સૌને કહ્યું જે, ‘આપણે હમણાં યજ્ઞ કરવો છે, તેમાં સહુ આવજો, કોઈ રહી જાય નહિ; હવે આવા યજ્ઞ કાંઈ વારે વારે થાય છે!’ એમ મર્મ કર્યો. પછી ભોગીલાલભાઈ, ધનજીભાઈ તથા મોતીભાઈ, વિઠ્ઠલજીભાઈ વગેરે હરિભક્તોએ રોકવા માટે પ્રાર્થના કરી, પણ બાપાશ્રી કહે, નારાયણપુરમાં ધનજીભાઈને મંદવાડ વધુ છે, તેથી ત્યાં જવું પડશે. હવે એ થોડા દિવસના મહેમાન છે.’ આવાં વચનથી સહુને એમ થયું જે, આ ફેરે ધનજીભાઈ રહે તેવું જણાતું નથી, તેથી બહુ તાણ કરી રોક્યા નહિ.