૪૮૮ - સમાપ્તિ સમયે પૂજા તથા ભેટ અર્પણ કરી

0:000:00

બીજે દિવસ સવારમાં પારાયણની સમાપ્તિ હોવાથી સૌએ વહેલા પરવારી લીધું, ત્યાં તો બાપાશ્રીના ઘેરથી છાબો તૈયાર થઈ તે હરિભક્તો ગાજતેવાજતે મંદિરમાં લાવ્યા ને ઠાકોરજીને અર્પણ કરી. પછી પારાયણની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રીએ પુસ્તક તથા પુરાણીની પૂજા કરી આરતી ઉતારી સહુ ‘જય’ બોલ્યા. પછી સંતોની પૂજા ઘણી વાર ચાલી તે વખતે ભૂજ મંદિરની વતી બાપાશ્રીને પાઘડી બંધાવવામાં આવી. પછી તો કેટલાક હરિભક્તોએ પણ એ જ રીતે સભામાં પાઘડીઓ બંધાવી.