૬૦૧ - બાપાશ્રીનાં પત્નીને વૃષપુરમાં દિવ્ય દર્શન
0:000:00
પછી ત્યાંથી સહુ અમદાવાદ આવ્યા, ત્યાં વૃષપુરથી એક હરિભક્તનો કાગળ આવેલ હતો કે, ‘અહી કાનજીભાઈ તથા મનજીભાઈની માતુશ્રીને દેહ મૂકવા ટાણે મહારાજ તથા આપ અનેક મુક્તોના સમૂહ સાથે પધાર્યા હતા ને છેલ્લી ઘડી સુધી પાસે હતા એવું મને મારી નજરે દેખાણું છે. તમે તો બહુ જ પ્રતાપી છો, તમારી વાત કોઈ સાધારણથી જાણી શકાય તેવી નથી.’ આ પત્ર વાંચતાં સંત-હરિભક્તોને એમ થયું જે, ‘બાપાશ્રીએ ગામડામાં દર્શન દેવાની સાથે કચ્છમાં પણ ચમત્કાર જણાવ્યો લાગે છે.’ એ જ વખતે વળી દેહ મૂકવાનો તાર પણ આવ્યો, તેથી બાપાશ્રી અને મોટા પુત્ર કાનજીભાઈ તથા નારાયણપુરના હરજીભાઈ ને ખીમજીભાઈ વગેરે નાહ્યા.