૪૪૮ - નારાયણપુરમાં નવા મંદિરનું મુહૂર્ત
0:000:00
આ વખતે નારાયણપુરમાં ઉપલા વાસનું નવું મંદિર થતું હતું, તેના ખાતમુહૂર્ત પર બાપાશ્રી તથા સંતોને તેડાવવાથી એક દિવસ સહુ નારાયણપુર ગયા ને મુહૂર્ત વખતે બાપાશ્રીને હાથે સૌ હરિભક્તોને ગોળની પ્રસાદી વહેંચાવી. પછી નીચલા વાસના મંદિરમાં સંતોએ થાળ કરી ઠાકોરજીને જમાડ્યા ને ત્યાં થોડી વાર કથા કરી સહુ વૃષપુર આવ્યા.