૪૯૭ - સંતોને જમાડી ધર્મશાળાનું ભર્યું કર્યું
0:000:00
સંતો ગુજરાતમાં ગયા પછી અષાઢી અમાસ આવી ત્યારે બાપાશ્રીને એવો વિચાર થયો જે, ‘આપણે છત્રીએ વર્ષોવર્ષ સંખ્યાયોગી બાઈઓ તથા ગામનાં છોકરાંઓને જમાડીએ છીએ પણ આ વખતે તો ધર્મશાળાનું કામ નવું થયું છે, તો સંતોને એ સ્થાનમાં પ્રથમ જમાડી ભર્યું કરવું જોઈએ.’ એમ ધારી ભૂજથી સંતોને તેડાવી એ સ્થાને રસોઈ કરાવી પ્રથમ જમાડી લીધા. પછી જે રીતે વર્ષોવર્ષ સાંખ્યયોગી બાઈઓ તથા છોકરાંઓને જમાડતા તેવી જ રીતે સૌને જમાડી રાજી કર્યા.